કાલે ભારત-આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20: પંત-અય્યરના સ્થાને સૂર્યકુમાર-સેમસન
રાત્રે 9 વાગ્યાથી મુકાબલો શરૂ: ગાયકવાડ-ઈશાન કરી શકે છે ઓપનિંગ: ઉમરાન-અર્શદીપને આ શ્રેણીમાં પણ તક મળે તેવી શક્યતા ઓછી
આયર્લેન્ડ સામે બે મેચની ટી-20 શ્રેણી રમવા ગયેલી ટીમ ઈન્ડિયા પ્રથમ મુકાબલો રમવા કાલે મેદાને ઉતરશે. આકર્ષક શોટસ રમનારા સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસન કાલે પ્લેઈંગ ઈલેવનમાં શ્રેયસ અય્યર અને ઋષભ પંતની જગ્યા લેવાનું પાક્કું છે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ટેસ્ટ ટીમ સાથે અત્યારે લીસેસ્ટરમાં છે એટલા માટે એનસીએ પ્રમુખ વીવીએસ લક્ષ્મણ આ શ્રેણી માટે ટી-20 આંતરરાષ્ટ્રીય ટીમનું માર્ગદર્શન કરશે. આ મુકાબલાનું લાઈવ પ્રસારણ રાત્રે 9 વાગ્યાથી થશે.
અય્યર અને પંત ટેસ્ટ ટીમમાં જ છે એટલા માટે સૂર્ય અને સેમસન નિશ્ચિત રીતે ટીમમાં સામેલ થશે. સૂર્ય કાંડાની ઈજા બાદ વાપસી કરી રહ્યો છે જ્યારે સેમસન માટે પોતાની કાબેલિયત પૂરવાર કરવાની આ અંતિમ તક હોઈ શકે છે.
આ ઉપરાંત ઋતુરાજ ગાયકવાડને પણ નબળી ગણાતી આયર્લેન્ડ સામે હજુ એકાદ વખત તક આપવામાં આવી શકે છે. ઈશાન કિશને રિઝર્વ ઓપનિંગ બેટર તરીકે આવનારા મહિનાઓ માટે પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે અને તે પોતાની ભૂમિકા ભજવવા માટે તલપાપડ છે.
કાર્યકારી કેપ્ટન હાર્દિક પંડ્યાએ આફ્રિકા સામેની શ્રેણીમાં પાંચમા નંબરે બેટિંગ કરી હતી અને આયર્લેન્ડ સામે પણ તે આ ક્રમ જાળવી રાખે તેવી શક્યતા છે. જ્યારે કાર્તિક હાર્દિક બાદ ક્રિઝ ઉપર આવી શકે છે.આ શ્રેણીમાં હજુ પણ સ્પષ્ટ થઈ રહ્યું નથી કે ઉમરાન મલિક અથવા અર્શદીપ સિંહને તક આપવામાં આવે છે કે પછી ભુવનેશ્વર કુમાર અને આવેશ ખાન સાથે જ ટીમ મેદાને ઉતરશે. જ્યારે સ્પીન ડિપાર્ટમેન્ટમાં અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલની જ પસંદગી થવાની સંભાવના છે.
Comment / Reply From
You May Also Like
Popular Posts
-
બોટાદ લઠ્ઠાકાંડ મામલો, મુ...
- Post By Saurashtra Khabar
- July 26, 2022
-
બોરસદ: ચેકિંગ માટે ટ્રક ર...
- Post By Saurashtra Khabar
- July 20, 2022
-
દ્રૌપદી મુર્મુ અત્યાર સુધ...
- Post By Saurashtra Khabar
- July 25, 2022
-
અમદાવાદના પરિમલ ગાર્ડન પા...
- Post By Saurashtra Khabar
- June 25, 2022
Newsletter
Subscribe to our mailing list to get the new updates!