Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

વિમેન્સ હોકી વર્લ્ડકપમાં કાલથી ભારતના અભિયાનનો પ્રારંભ: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટક્કર

વિમેન્સ હોકી વર્લ્ડકપમાં કાલથી ભારતના અભિયાનનો પ્રારંભ: ઈંગ્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટક્કર

સવિતા પૂનિયાની આગેવાનીમાં ચેમ્પિયન બનાવાના મજબૂત ઈરાદા સાથે ટીમ ઉતરશે મેદાને
નવીદિલ્હી, તા.2 : વિશ્વ હોકીની ટોચની 16 મહિલા ટીમ અત્યંત પ્રતિષ્ઠિત એફઆઈએચ વિશ્વ કપ ખીતાબ માટે એડીચોટીનું જોર લગાવી દેશે. આ ટૂર્નામેન્ટનો પ્રારંભ ગઈકાલથી જ થઈ ગયો છે જ્યારે ભારતના અભિયાનનો પ્રારંભ કાલથી ઈંગ્લેન્ડ સામેની મેચથી થઈ જશે. 1થી 17 જૂલાઈ વચ્ચે રમાનારી આ ટૂર્નામેન્ટમાં સ્પેન અને નેધરલેન્ડનો દબદબો વધુ રહ્યો છે. ભારતીય મહિલા ટીમે આ વર્ષે મેમાં વિશ્વ રેન્કીંગમાં કરિયરનું સર્વશ્રેષ્ઠ છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું.

જ્યારે એફઆઈએચ પ્રો-લીગમાં ટોચની ટીમોને સારો પડકાર ફેંકતાં આર્જેન્ટીના, ઑસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને પછાડીને પોડિયમ પર જગ્યા બનાવી હતી. યાનેક શાપમેનના માર્ગદર્શનમાં રમાનારી ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ટોપ-4માં જગ્યા બનાવીને પોતાના નામે રેકોર્ડ બુક કરાવવાનું સ્વપ્ન સેવી રહી છે. ટૂર્નામેન્ટની શરૂઆત મેજબાન સ્પેન અને કેનેડા વચ્ચે પુલ ‘સી’ મુકાબલાની સાથે થઈ ચૂકી છે. ટૂર્નામેન્ટમાં 16 ટીમોને ચાર-ચાર ટીમના પુલમાં વહેંચવામાં આવી છે. પ્રત્યેક પુલની ટોચની ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવશે. જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમ વચ્ચે ક્રોસ ઓવર થશે.

કઈ ટીમ કયા ગ્રુપમાં
પુલ-એ: જર્મની, ચીલી, આયર્લેન્ડ, નેધરલેન્ડ
પુલ-બી: ભારત, ચીન, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ
પુલ-સી: આર્જેન્ટીના, કેનેડા, કોરિયા, સ્પેન
પુલ-ડી: ઑસ્ટ્રેલિયા, બેલ્જીયમ, જાપાન, દક્ષિણ આફ્રિકા

ભારતના મુકાબલા
તારીખ - હરિફ ટીમ સમય
3 જૂલાઈ - ઈંગ્લેન્ડ - રાત્રે 8 વાગ્યે
5 જૂલાઈ - ચીન - રાત્રે 8 વાગ્યે
7 જૂલાઈ - ન્યુઝીલેન્ડ - રાત્રે 11 વાગ્યે

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!